દરરોજ ૬થી ૯ કલાક ઊંઘવાથી જીવનની ગુણવત્તા સુધરે છે અને શરીરની તંદુરસ્તી જળવાય છે, આ ઉપરાંત ડિપ્રેશનનું પ્રમાણ પણ ઘટે છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા નવા અભ્યાસમાંથી જાણવા મળ્યું છે, જે વ્યક્તિઓ દરરોજ ૬થી ૯ કલાક સુધી ઊંઘે છે તેમનાં જીવનની ગુણવત્તા સુધરે છે અને ઓછી કે વધુ ઊંઘ લેનારાઓની સરખામણીમાં ડિપ્રેશનમાં પણ ઘટાડો થાય છે.જે દર્દીઓનું સ્વાસ્થ્ય સારું છે અને તંદુરસ્તી સારી જળવાયેલી છે તેઓ સામાન્ય રીતે પૂરતી ઊંઘ લેતા હોવાનું જણાયું છે. ઓહાયો ખાતેના ક્લીવલેન્ડ ક્લિનિક સ્લીપ ડિસઓર્ડર સેન્ટરના ન્યુરોલોજિસ્ટ ચાર્લ્સ બાયેના જણાવ્યા મુજબ આ અભ્યાસ પરથી પૂરતી ઊંઘ લેવાનું મહત્ત્વ કેટલું છે તે જાણવા મળ્યું છે.
· ડિપ્રેશનનું પ્રમાણ પણ ઘટે છે
જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો પૂરતી ઊંઘ લેવી જોઈએ. જરૂર કરત વધારે ઊંઘ લેવાથી શરીર પર તેની નકારાત્મક અસરો પણ પડી શકે છે. બાયે અને તેમના સાથીઓએ જાન્યુઆરી ૨૦૦૮થી મે ૨૦૧૦ સુધીમાં ૧૦,૬૫૪ દર્દીઓની ઊંઘવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો જેમાં ૬થી ૯ કલાકની પૂરતી ઊંઘ લેનારાઓ વધારે તંદુરસ્ત જણાયા હતા, જો ૬ કલાકથી ઓછી અને ૯ કલાકથી વધારે ઊંઘ લેવામાં આવે તો તેને કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધતું હોવાનું અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું.
No comments:
Post a Comment